મોરબી : મોરબી દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી.સી.મહેતા ડીસ્પેન્સરીમાં તા.2 અને 3 એટલે કે શનિ રવિવારે બે દિવસ મુંબઈના દાતાના સહયોગથી વિનામૂલ્યે કેન્સરના રોગ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટની યાદીમાં જણાવ્યા મુજબ આગામી તા.2 અને 3 ના રોજ મુંબઈના સુવર્ણાબેન સુરેશભાઈ મહેતાના સહયોગથી મુંબઈના કેન્સરના નિષ્ણાત ડો.વિક્રમભાઈ સંઘવી શનિવારે સાંજે 4 થી 7 અને રવિવારે સવારે 10થી12 વિનામૂલ્યે દર્દીઓની તપાસ કરશે. આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા લોકોએ પોતાનું નામ ડીસ્પેન્સરીમાં ડો.હસ્તીબેન મહેતા પાસે લખાવી લેવા જણાવાયું છે.