જિલ્લા યુવા ભાજપની આગેવાનીમાં વિશાળ બાઇક રેલી નીકળી : દરબારગઢ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફુલહાર બાદ રેલી શરૂ રવાપર રોડ થઈ સભાસ્થળે પહોંચી મોરબી : આજે મોરબીમાં વિજય ટંકાર યુવા સંમેલન પૂર્વે પ્રદેશ ભાજપ યુવા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલનો મોરબીમાં મુખ્ય માર્ગો પર ભવ્ય રોડ શો યોજાયો હતો. જિલ્લા યુવા ભાજપની આગેવાનીમાં વિશાળ બાઇક રેલી યોજાઈ હતી. અત્રેના દરબારગઢ ચોક ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફુલહાર કરી રેલી ગ્રીન ચોક, નગરદરવાજે થઈ ટાઉનહોલ પહોંચી હતી જ્યાં બાબા આંબેડકરસાહેબની પ્રતિમાને ફુલહાર કરી રવાપર રોડ થઈ રેલી બાપાસીતારમ ચોકમાંથી પસાર થઈ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી રેલી સભા સ્થળે પહોંચી હતી. આ વિશાલ બાઈક રેલીમાં ડો.ઋત્વિજ પટેલ સાથે સાંસદ વિનોદ ચાવડા,ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ રવિ સનાવડા, યુવા આગેવાનો સહીત શહેર જિલ્લા ભાજપના તમામ હોદેદારો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='9716,9718,9719,9720,9721,9722,9723,9726,9724,9717,9725']