વાંકાનેર : ગઈકાલે વાંકાનેરના તીથવા નજીક બસ રોડથી નીચે ઉતરી ખાડમાં ગઈ હતી જોકે સદનસીબે મોટી દુર્ઘટના થતા સહેજ માં અટકી હતી. ગઇ કાલે સાંજે ભારે વરસાદ ના કારણે વાંકાનેર થી કોટડા રૂટ ની બસ નં જી જે ૧૮ વાય ૭૧૭૧ નંબર ની બસ તીથવા ગામ પાસે રોડ પરથી નીચે ઉતારી ગઇ હતી સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી ત્યાર બાદ બસ ને બહાર કાઢી અને રવાના કરી હતી. અન્ય એક બનાવ માં વિજડિયા થી વાંકાનેર પેસેન્જર ભરી ને આવતી એક ગાડી વાંકાનેર પાસે ના કેરાળા ગામની મચ્છો નદી ફસાતા ૫ વ્યક્તિ ઓનો ગ્રામજનો દ્વારા બચાવામાં આવ્યા હતા. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='9713,9711,9712']