વાંકાનેર : ગઈકાલે રાત્રે ગાજ-વીજ સાથે ત્રાટકેલા વરસાદમાં વાંકાનેર નગરપાલિકાની જૂની કચેરી ઉપર વીજળી ત્રાટકતા ફાયરબ્રિગેડની નવે નવી ગાડી બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રે કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ પડ્યો હતો અને વાંકાનેર નગરપાલિકાની જૂની કચેરીમાં વીજળી પડતા ત્યાં પડેલો કચરાનો ઢગલો સળગ્યો હતો અને આ આગની ચપેટમાં વાંકાનેર પાલિકાનું ફાયરબ્રિગેડ નું નવે નવું વાહન આવી જતા ગાડી આગમાં સળગીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. દરમિયાન નાના ખીજડિયા ગામે રાત્રીના વિનોદભાઈ ચૌહાણના મકાન ઉપર વીજળી પડતા મકાન ધ્રુજી ઉઠ્યું હતું અને ઘરમાં રહેલ ટીવી,ફ્રિજ સાહિત્યના તમામ ઉપકરણો બળી ગયા હતા. આ ઉપરાંત જેતપર ગામમાં એક વૃક્ષ ઉપર વીજળી પડતા વૃક્ષની છાલ ઉતરી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='9623,9624,9625,9626']