મોરબીમાં યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરીએ યુવા મોરચા સાથે મીટીંગ કરી

- text


આગામી તારીખ 4ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર રાહુલ ગાંધીની સભા અંગે મિટિંગ યોજાઈ 

મોરબી : આગામી તારીખ 4 ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર રાહુલ ગાંધીની સભા અંગે મોરબી યુથ કોંગ્રેસના હોદ્દેદારોની ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને સૌરાષ્ટ્રના પ્રભારી સંતોષ કોલકુંડે સાથે બેઠક યોજાઇ હતી.
આ અંગે મોરબી યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જીલ્લા યુથ કોંગ્રેસનાં તમામ હોદ્દેદારો સાથે સૌરાષ્ટ્રનાં યુવા કોંગ્રેસ નાં પ્રભારી સંતોષ કોલકુંડે સાથે આગામી તારીખ 4 ના રોજ યોજાનાર રાહુલ ગાંધીની સભા ને લઈને મુલાકાત કરી હતી.
વધુમાં આગામી દિવસોમાં મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા મોરબી જીલ્લા માં યુવા કોંગ્રેસ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમરીંદર રાજા બરાર ની સભા ને લઈને પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ અંતમાં જણાવ્યું હતું.

- text

- text