વાંકાનેરમાં મોરબી લોહાણા મહાજનનું ઘોર અપમાન : ગિરીશ ઘેલાણી

- text


મોરબી : આજરોજ વાંકાનેર ખાતે યોજાયેલા લોહાણા સમાજના સંમેલનમાં મોરબી લોહાણા મહાજનનું હળહળતું અપમાન કરવામાં આવયાના મોરબી લોહાણા સમાજના પ્રમુખ ગિરીશ ઘેલાણીએ આરોપ લગાવતા સમગ્ર મોરબી લોહાણા સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

આ અંગે મોરબી લોહાણા સમાજના પ્રમુખ ગિરીશ ઘેલાણીએ એક યાદીમાં જણાવ્યું હતું કે આજે વાંકાનેર ખાતે લોહાણા સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાંકાનેર લોહાણા સમાજના અગ્રણી વિનુભાઈ કટારીયા દ્વારા મોરબી લોહાણા મહાજનના પ્રમુખ તરીકે અન્ય વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા અન્ય લોહાણા મહાજનના સભ્યોમાં રોષની લાગણી જોવા મળી છે. સમાજની એકતા માટે યોજાયેલા આ સંમેલનમાં સમાજના જ આગેવાનો દ્વારા ખોટી માહિતી ફેલાવતા રોષ ભભૂકી ઉઠ્યો હતો.

- text

ગીરીશભાઈએ વધુ માં જણાવ્યું હતું કે અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાની સ્થાપના કરનાર રસિકલાલ અનડકટ સાથે રહી મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા મંત્રી ચંદ્રવદનભાઇ પૂજરાએ તનતોડ મહેનત કરી રઘુવીર સેનાને કાર્યરત કરી હતી એ જ અગેવાનોનું આજે વાંકાનેર ખાતે રઘુવીર સેનાના નેજા હેઠળ યોજયેલ કાર્યક્રમમાંજ અપમાન થતા રોષ વધુ ભભૂકી ઉઠ્યો હતો.
આ સંમેલન જે બેનર હેઠળ થઈ રહ્યું છે તે અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સ્થાપક પ્રમુખ સ્વર્ગસ્થ રસિકલાલ અનડકટના પરિવારજનો ને આમંત્રણ પણ આપવામાં આવ્યું ન હોવાનું મોરબી લોહાણા મહાજનના પ્રમુખે જણાવ્યું હતું.
મોરબી લોહાણા મહાજન પ્રમુખના ગિરીશ ઘેલાણીના વાંકાનેરના કાર્યક્રમ અંગે આપેલા પ્રત્યાઘાતથી આગામી સમયમાં ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

- text