ટંકારા:રાજકોટ મોરબી હાઇવે ઉપર લજાઈ અને વિરપર વચ્ચે બંધ પડેલા ટ્રક પાછળ રિક્ષા ધડાકા ભેર અથડાતા રીક્ષા ડ્રાંઈવર જયસુખ પરમાર ધાયલ થતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવેલ છે જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે લજાઈ અને વિરપર વચ્ચે બંધ પડેલા ટ્રક નં MH. 12.MV.7484 પાછળ નાના મોટા ફેરા કરતી રીક્ષા નં GJ 3 BT 5052 નો ચાલક જયશુખભાઈ ધરમશીભાઈ પરમાર રહે વજેપર મોરબી વાળા ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વટેમાર્ગુ તાત્કાલિક પહોચી 108 ને જાણ કરતા એમ્બ્યુલન્સ દ્વારા ધાયલ ને મોરબી વધુ સારવાર માટે ખસેડાયાનુ જાણવા મળ્યું છે.