મોરબી : જૈન સમાજના વાર્ષિક પર્યુષણ મહાપર્વ નિમિત્તે પરંપરાગત રીતે દર વર્ષે યોજાતી ભગવાન પ્રભુજીની રથયાત્રા આજે મોરબી જૈન સમાજ દ્વારા યોજાઈ હતી. જે રથયાત્રા આજે સવારે દરબારગઢ જૈન દેરાસરથી શરૂ થયેલ જે શહેરના મુખ્યમાર્ગો પર શાનથી ફરીને પ્લોટ દેરાસર પહોંચી હતી. આ રથયાત્રામાં ભગવાનની પાલખી તથા રથમાં ભગવાનને પધારાવેલ. પાલખી ઉપાડવાનો ચઢાવો ભાવેશભાઈ દોશીએ તેમજ રથમાં ભગવાનને લઈને બેસવાનો ચઢાવો એન.એસ.ગાંધી પરિવારે લાભ લીધો હતો. તેમજ ભગવાનનું પારણું લઈને શાહ અનશોયાબેન છબીલદાસ પરિવારે લાભ લીધો હતો. આ ભવ્ય રથયાત્રામાં મોરબી જૈન સમાજના પ્રમુખ નવીનભાઈ મેહતા, ટ્રસ્ટી દિનેશભાઇ ગાંધી, કિરીટભાઈ દોશી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈ બહેનો તેમજ પૂ. સાધ્વીજી મહારાજ પણ જોડાયા હતા. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='9358,9355,9356,9357']