મોરબી : હળવદ પોલીસે જુના દેવળીયા ગામે દરોડો પડી વિદેશી દારૂની 130 બોટલનો જથ્થો ઝડપી લઈ દારૂના બે વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ હળવદના જુના દેવળીયા ગામે પોલીસે દરોડો પાડી વિજય જયંતિ અઘારા અને આશિક ઉર્ફે બાડાએ મંગાવેલ રૂપિયા 41400ની કિંમતનો વિદેશી દારૂનો 130 બોટલ જથ્થો કબજે કર્યો હતો. જોકે પોલીસ રેડ દરમિયાન બંને આરોપી માલી આવ્યા ન હતા,રેડ મામલે પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરી બુટલેગરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટો[/caption]