મોરબી : હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતી દલિત સગીરાને વાંકાનેરના સંખેરવા ગામનો શખ્સ લગ્નની લાલચ આપી બદકામ કરવાને ઇરાદે ભગાડી જતા આ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા પામી છે, જાણવા મળતી વિગતો મુજબ હળવદના ચરાડવા ગમે રહેતી દલિત સગીરાને વાંકાનેરના સંખેરવા ગમે રહેતો પેથા દેવજી નામનો શખ્સ બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી જતા આ મામલે સગીરાના દાદીમા સમુબેન જીવાભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટના અંગે હળવદ પોલીસે અપહરણ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે.