મોરબીમાં ભરબપોરે રહેણાંક મકાનમાં ચોરી: બે શકમંદ સીસીટીવીમાં કેદ

- text


સીસી ટીવી ફૂટેજના આધારે તપાસ કરતી પોલીસ

મોરબી : મોરબીના સનાળા રોડ પર ડો.બાવરવાના દવાખાના સામે આવેલા રહેણાંક મકાનના બારી દરવાજા તોડી તસ્કરો ભર બપોરે ચોરી કરતા ચકચાર જાગી છે.રૂપિયા ૪૦ હજારની રોકડ અને ચાંદીના દાગીનાની ચોરી મામલે પોલીસે સીસી ટીવી કેમેરાના ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં શનાળા રોડ પર ડો. બાવરવાના દવાખાના સામે આવેલ વિપુલભાઈ મનજીભાઈ વાણિયાના રહેણાંક મકાન માં ગઈકાલે બપોરે ૩.૪૫ થી ૭.૪૫ના સમયગાળા દરમિયાન મકાનના પાછળના ભાગે આવેલ બારી અને દરવાજા તોડી તસ્કરો મકાન માં ઘુસ્યા હતા અને રૂ.૪૦ હજાર રોકડા તથા ચાંદીના દાગીના ચોરી જતા આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે.
વધુમાં આ મામલે એ ડિવિઝન પીઆઈ બી.પી.સોનારાએ તસ્કરોને શોધી કાઢવા આસપાસના વિસ્તારના સીસી ટીવી ફૂટેજ ના આધારે શકમંદોની તપાસ શરૂ કરી છે અને બે અજાણ્યા ઈસમો સી.સી.ટીવી કેમેરામાં શંકાસ્પદ હિલચાલ કરતા જોવા મળતા પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે.

- text

- text