મોરબી : મોરબી જિલ્લા ભાજપના વિવિધ મોરચાઓની કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યકરો ને તન -મન થી આગામી વિધાનસભા ની ચૂંટણી ની તૈયારી માં લાગી જવાની હાકલ કરવામાં આવી હતી મોરબી ના શનાળા રોડ હરભોલે હોલ ખાતે મહિલા,અનુસુચીત ,યુવા,બક્ષીપંચ સહિતના ભાજપના મોરચાઓની કારોબારી નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ,બાવનજી મેતલીયા ,જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા ,પ્રભારી મેઘજીભાઈ ભાઈ કંઝારિયા સહિતના ભાજપ ના હોદેદારો અને કાર્યકરો હાજર રહયા હતા.જેમાં ભાજપ ના પદાધિકારી ઓ કાર્યકરો ને હાકલ કરી હતી કે ,વિધાનસભા ની ચૂંટણીને 60 દિવસ જ બાકી રહયા છે.ત્યારે ગુજરાત માં ભાજપ નો વિજય વાવટો ફરકાવવા માટે તમામ કાર્યકરો અને આગેવાનો ને તનમનથી ચૂંટણી ની તૈયારીઓ માં જોતરાઈ જવાનું આહવાન કરાયું હતું.તેમજ લોકો ને વિસ્તારક યોજનામાં એકપણ બુથ ન ઘટે ,લોકાર્પણો તથા ખાતમુહુતો ના કાર્યક્રમો માં હાજરી આપવા તથા સરકાર ના દરેક વિકાસ કાર્યો અને યોજનાઓ લોકો સુધી પહોચાડવાં જણાવયુ હતું.ઉપરાંત મંડળ માં સંકલન સહિતી ની બાબતો અંગે ગહન ચર્ચા વિચારણા કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી અને ઉપપ્રમુખ જીલ્લા બક્ષીપંચ મોરચો અને જીલ્લા મીડીયા ઈન્ચાર્જ વિજયભાઈ લોખીલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ જીલ્લા ભાજપની યાદીમાં જણાવાયું છે. [gallery td_select_gallery_slide='slide' size='large' ids='9314,9315,9316,9317,9318']