મોરબી : શનિવારે ભાજપના વિવિધ મોરચાની કારોબારી બેઠક મળશે

- text


મોરબી : શનિવારના રોજ મોરબી ભારતીય જનતા પક્ષના જુદા-જુદા મોરચાની કારોબારી સમિતિની બેઠક યોજાનાર છે. ભાજપના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ 26 ઓગસ્ટ શનિવારના રોજ અત્રેના હરભોલે હોલ ખાતે સવારે દશ વાગ્યે ભાજપના વિવિધ મોરચાની મહત્વની કારોબારી સમિતિની બેઠક મળશે.
આ કારોબારી બેઠકમાં બક્ષીપંચમોરચો,મહિલા મોરચો,અનુસૂચિત જાતિ મોરચો,યુવા મોરચા સહિતના હોદેદારો તેમજ શહેર ભાજપના પ્રમુખ મહામંત્રી સહિતના હોદેદારો હાજર રહેશે. વધુમાં આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,મોરબી જિલ્લાના પ્રભારી,ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને બાવનજીભાઈ મેતલિયા સહિતના અગ્રણીઓ આગામી ચૂંટણી તૈયારીને લાઇ વિવિધ મોરચા સાથે વિચાર વિમર્શ કરશે.

- text

- text