મોરબી : મોરબી નજીક લાલપર ગામ નજીક પાવર હાઉસ નજીક હાઇવે પર થોડી વાર પેહલા બે ટ્રકો સામસામા અથડાયા હતા. આ અકસ્માતમાં એક ટ્રક પલ્ટી મારી ગયો હતો. જોકે સદનસિબે આ ઘટનામાં કોઈ જાન હાનિ થઇ નથી. પરંતુ અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. મોરબી નજીક નેશનલ હાઇવે પર ટાઇલ્સ ભરેલા બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક રોડ પર પલ્ટી મારી જતા. ટ્રકમાં ભરેલી ટાઇલ્સ રોડ પર વેરન છેરણ થઇ ગઈ હતી. આ અકસ્માતમાં બંને ટ્રકમાં પણ મોટું નુકશાન થયું છે. જોકે સદનસીબે બંને ટ્રક ચાલકોને સામાન્ય ઇજા જ પોહચી હતી. અને કોઈ જાનહાનિ થઇ નોહતી. જયારે અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયા પોલીસ ઘટના સ્થેળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. [gallery td_select_gallery_slide='slide' size='large' ids='9183,9184,9185,9186,9187,9188']