શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા દ્વારા 50000 મોદક નો દિવ્ય મહાયજ્ઞ મોરબી : મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના ઘરે ભવ્યાતિભવ્ય ગણેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. આજે ગણેશ ચતુર્થીના અવસરે વિજય મૂહરતમાં મોરબીના જેલ રોડ ખાતે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના ઘરે ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. લાખાભાઇ અને તેમના પુત્ર ભુપતભાઇ સહિતના પરિવારજનોએ આજે વિષેશ પૂજા અર્ચન સાથે ગણેશજીની સ્થાપના કરી હતી. આ મહોત્સવ તારીખ 5 સપ્ટેમ્બતના રોજ મહાપ્રસાદ બાદ મહોત્સવ પૂર્ણ થશે. જારીયા પરિવારના આંગણે યોજાનાર ભવ્ય ગણેશોત્સવમાં 50000 લાડુનો દિવ્ય મહાયજ્ઞ પણ યોજાશે અને દરરોજ સવારે તથા સાંજે ગણપતિ દર્શન કરી શકાશે,જેથી આ ગણેશોત્સવનો લાભ લેવા શહેરીજનોને લાખાભાઈ જારીયા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='9234,9235,9236,9237']