મોરબી : મોરબી એસઓજી સ્ટાફ અને વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા ચોકડી પાસે જતા બે ટ્રકમાં જતા 3.75 લાખનાં લાકડીયા કોલસો તેમજ બે ટ્રક એમ કુલ 23.75 લાખનાં મુદામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જયારે બીજો આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડનાં માર્ગદર્શન હેઠળ તેમજ મોરબી એસઓજી આર.ટી.વ્યાસની સૂચના મુજબ એસઓજી સ્ટાફએ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા. તે દરમિયાન ઢુવા ચોકડી જયભવાની હોટલ સામે ટ્રક નં.-Gj12-AT8672 નો ચાલાક અબ્દુલ ઈબ્રાહિમ મેમણ તેમજ ટ્રક ન.Gj12AT-9882 નો ચાલાક મુસા ઇસ્માઇલ લારક(ઉ.40) શંકાશ્પદ જણાતા તપાસ કરતા ટ્રકમાથી આધાર પુરાવા વિનાના 34 ટન લાકડીયો કોલસો જેની કિંમત રૂ.3,74,000 તેમજ બંને ટ્રક કિંમત રૂ. 20,00,000 આમ કુલ 23,74,000ના મુદામાલ સાથે મુસા ઇસમાઇલને ઝડપી લઇ વાંકાનેર તાલુકા પોલીસને સોપ્યો હતો. જ્યારે આરોપી અબ્દુલ ઇબ્રાહિમ ફરાર થઈ જતા વાંકાનેર પોલીસે તેને પકડવા વધુ તપાસ હાથધરી છે.