મોરબી:નાની બરાર ગામે એસટી બસ નિયમિત આવતી ન હોય વિદ્યાર્થીઓ દ્વારા એસટી રોકી આંદોલન કરવામાં આવ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ નાની બરાર થી અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે મોરબી આવે છે પરંતુ આ રૂટ ઉપર નિયમિત રીતે એસટી બસ આવતી ન હોય વિદ્યાર્થીઓને અપડાઉનમાં તકલીફ પડે છે અને અભ્યાસ બગડે છે આથી આજે એસટી બસ થોભાવી આંદોલન કરવામાં આવ્યું હતું. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='8966,8967,8968']