હળવદ : મોરબી જિલ્લાનો કલા મહાકુંભ તાજેતરમાં હળવદ ખાતે યોજયો હતો. જેમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાકુંભમાં હળવદની તક્ષશિલા વિધ્યાલય રાજેસ્થાનીઘૂમર નૃત્યમાં પ્રથમ, ભરતનાટ્યમ, રાસગરબા, સુગમ સંગીત એમ વિવિધ આઠ સ્પર્ધામાં વિજેતા થઈ રૂ. 41,000 રોકડ, પ્રમાણપત્ર તેમજ ટ્રોફી મેળવી શાળાનું ગૌરવ વધારર્યું હતું. જે બદલ રમતગમત અધિકારી વ્યાસ તેમજ શાળાના આચર્ય સુરેશભાઇ વહાણીયાએ વિધ્યાર્થીઓને અભિનઁદન પાઠવ્યાં હતા. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='9022,9023,9024,9025']