મોરબી કોંગ્રેસ દ્વારા સ્વાઇનફ્લુથી બચવા લોકોની સલામતી માટે માસ્ક વિતરણ કર્યું મોરબી:આજે ૨૧ મી સદીના સ્વપ્નદૃષ્ટા સ્વ.વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિતે મોરબી કોંગ્રેસ દ્વારા અત્રેના સનાળા રોડ સુપર માર્કેટ ખાતે 30 થી 35 હજાર જેટલા માસ્કનું વિતરણ કરી સ્વ.વડાપ્રધાનના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં રાજ્યભરમાં સ્વાઇનફ્લુએ હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકોની સલામતી માટે મોરબી શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વ.વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવા લોકોને માસ્ક વિતરણ કરાયુ હતું,લોકોએ પણ જબરો પ્રતિસાદ આપી ભીડ જમાવતા કોંગ્રેસ દ્વારા 30 થી 35 હજાર જેટલા માસ્ક વિતરણ કર્યા હતા. આ તકે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ કાવર,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશભાઈ મેરજા,કોંગ્રેસ અગ્રણી લલિત કગથરા,ઘનશ્યામભાઈ જકાસણીયા,શહેર કોંગ્રેશ પ્રમુખ રાજુભાઈ કવર ,તાલુકા પંચાયતના હોદેદારો,યુવા કોંગ્રેસના પુષ્પરાજસિંહ જાડેજા,એનએસયુઆઈના દેવેન્દ્રસિંહ,,કાંતિલાલ બાવરવા તથા કોંગ્રેસના પીઢ આગેવાનો હાજર રહ્યા હતા. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='8798,8799,8800']