સ્વચ્છ ભારતનો સંદેશો આપતા મોરબીના ફોટોગ્રાફરો મોરબી : આજરોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિતે મોરબી ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા રેલી યોજી સ્વચ્છ ભારતનો સંદેશો આપી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વર્લ્ડ ફોટોગ્રાફી ડે ના અવસરે મોરબી ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ બાવરવા,ઉપપ્રમુખ નિલેશભાઈ દેથરીયા,ખજાનચી જીતેન્દ્રભાઈ ઉઘરેજા,મંત્રી અનિલભાઈ દેત્રોજ અને સહમંત્ર અનિલભાઈ પટેલની આગેવાનીમાં અત્રેની સુપરમાર્કેટથી રેલી યોજવામાં આવી હતી જે નવા બસસ્ટેન્ડ તેમજ અન્ય રાજમાર્ગો પર ફરી હતી અને લોકોને સ્વચ્છ ભારતનો સંદેશો આપ્યો હતો. આ ઉપરાંત ફોટોગ્રાફર એસોસિએશન મોરબી દ્વારા આજે સંસ્કાર બ્લડબેન્કના સહયોગથી બ્લડ ચેકઅપ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='8702,8703,8704,8705,8706,8707,8708,8709']