એજન્ડા મોડા મળવાથી કારોબારી મુલતવી : હવે 30મીએ કારોબારી મળશે મોરબી : આજે મળેલી મોરબી જિલ્લા પંચાયતની કારોબારી માં કેટલાક સદસ્યોને એજન્ડા ન મળતા ભારે હંગામાં વચ્ચે કારોબારી સમિતિની બેઠક આગામી 30 ઓગષ્ટ ના દિવસે યોજવા નક્કી થયું છે. આજરોજ મોરબી જિલ્લા પંચાયતની કારોબારી બેઠક મળનાર હતી પરંતુ કેટલાક સભ્યોને એજન્ડા ન મળતા આજે કારોબારી મુલતવી રહી હતી. દરમિયાન જિલ્લા પંચાયતના કેટલાક સદસ્યોએ કારોબારી સમિતિએ અત્યાર સુધીમાં 14 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યાની ફરિયાદ કરી તપાસ ની માંગ કરતા ચકચાર જાગી છે