મોરબી : મોરબીના ઘુટુ ગામે આઇટીઆઇ કોલેજ ની નજીક બે ટ્રક સામ-સામે અથડાતા બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. જાણવા મળતી વિગતો મુજબ ઘુટુ ગામે આઈટીઆઈ નજીક બે ટ્રક સામ-સામે અથડાતા ઉમાંશંકર સુહાની ઉ.50 અને મહેશરાય શિવરાય ઉ.46 ને ઇજા પહોંચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.