હાઇવે ઉપર લતીપર ચોકડીએ પોલીસને પડકાર ફેકતા નિસાચરો ટંકારા : ટંકારાની લતીપર ચોકડીએ ગતરાત્રીના તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી એકસાથે સાત-સાત દુકાનોના તાળાં તોડતા પોલીસના પેટ્રોલિંગની પોળ ખુલી પડી છે. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા શહેર ને ગત રાત્રે નિશાચરો એ નિશાન બનાવી લતીપર ચોકડી નજીકની સાત દુકાનના શટર ઉચકી રોકડ રકમ સહીતની ચોરી કરી તોડ ફોડ કરી સાતમ આઠમની રજાનું મુહૂર્ત સાચવ્યુ હતું. તસ્કરોએ ટંકારાના લતીપર ચોકડી પાસે દયાનંદ હોસ્પિટલ નીચે આવેલી રાધે ઈલેક્ટ્રોનિક, ધરતી બસ, પાટીદાર હાર્ડવેર, ધ્યાની ફિજીયો થેરાપી,બાલાજી કન્સ્ટ્રક્શન અને લક્ષ્મી નારાયણ મોબાઇલ સહિત સાત દુકાનના શટર ઉચા કરી નિશાચરો એ ચોરી નો અંજામ આપ્યો હતો. જોકે આ અંગે વેપારી પાસેથી મળતી વિગતો મુજબ તસ્કરોના હાથમાં વધુ રકમ તો નથી લાગી પંરતુ તોડફોડ અને મોબાઇલ ફોન સહીત ની પરચુરણ ની ચોરી થઈ છે આજે રવિવાર આને સાતમ આઠમ ના તહેવાર શરૂ થતા હોય વેપારી દુકાનો બંધ રાખી માદરે વતન ભણી ગયા હતા પરંતુ આ સમાચાર મળતાં હાફડા ફાફડા થઇ ટંકારા દોડી આવ્યા હતા. ચોરે પણ પોલીસ ને પડકાર ફેંક્યો હોય તેમ રોડ ની બાજુમાં આવેલી દુકાનો તોડી પેટ્રોલીંગ ની પોલ ખોલી નાખી છે હવે જોવુ એ છે કે દયાનંદ હોસ્પિટલના સીસી ટીવી કેમેરામા તસ્કરો કેદ થયા છે કે કેમ. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='8378,8379,8380,8381,8382']