ટંકારાના લજાઈ ગામના યુવાનોની ' માનવ સેવા અે જ પ્રભુ સેવા' કરતી ' લજાઈ યુવા સેવા સમિતિ' દ્વારા પવિત્ર શ્રાવણમાસમાં સાતમ- આઠમના તહેવારમાં અેકદમ નિરાધાર કે ગરીબ પરિવાર જેમની પરિસ્થિતી બિલકુલ દયનિય હોય અને સાતમ-આઠમ જેવા પવિત્ર તહેવારમાં બાળ-બચ્ચાઆે માટે કશું જ રાશન રાંધ્યું ન હોય તેવા પરિવારોને ' લજાઈ સેવા સમિતિ' ના યુવાનો લજાઈ, હડમતિયા, સજ્જનપર ગામમાં મુલાકાત લઈ 'કિટ' (મોતીયા લાડું, ચેવડો,ગાઠીયા, વેફર) વિતરણ કરવામાં આવતા ગરીબ પરિવારમાં ખુશી છવાઈ હતી. અને ગરીબ પરિવારોઅે આ સેવા સમિતિને અંતરહ્દયથી દુવા આપતા આવી સેવા કરવાનું વધું બળ પ્રાપ્ત થયાના અહેસાસ અનુભવવા લાગ્યા હતા. આ સમિતિને લજાઈ ગામમાં ગાયોની સેવા કરવાનું પણ પુણ્ય પાપ્ત થયેલ છે. અને હાલમાં પણ લજાઈ ગામમાં 'ગૌશાળા' માં સેવા આપી રહ્યા છે.