મીઠાના અગરના કોન્ટ્રાકટ બાબતે થયેલી મારામારીમાં ઘાયલ યુવાન નું સારવાર દરમિયાન અમદાવાદમાં મોત મોરબી : મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે સામાન્ય બાબતમાં થયેલી મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન અમદાવાદમાં મૃત્યુ નિપજતા મામલો હત્યામાં પરિણમ્યો છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઝીંઝુડા ગમે મીઠાના અગરનો કોન્ટ્રાકટ નીચા ભાવે રાખવા મુદ્દે રમેશ પૂંજાભાઈ અખિયાણી તથા સવસીભાઈ પૂંજાભાઈ અખિયાણી ઉપર આજ ગામના ઇલુભાઈ બાબુભાઇ લાલવાણી,ભગાભાઈ બાબુભાઇ લાલવાણી તથા ખીમભાઈ લાલવાણીએ લાકડી-પાઇપ વડે હુમલો કરતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ ખસેડાયા હતા જ્યાં રમેશભાઈ અખિયાણીની તબિયત વધુ લથડતા સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રમેશભાઈ નું મોત નિપજતા આ બનાવ હત્યામાં પલટયો છે.આ મામલે મોરબી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.