(1) જુના મોબાઇલ ફોનના ખરીદ વેચાણ કરનારા તથા નવા સીમકાર્ડ નુ વેચાણ કરનાર વેપારીઓને રજીસ્ટર નિભાવવા હુકમ મોરબી ૧૧મી ઓગષ્ટ, રાજયમાં બનતા ગુન્હાઓમાં વપરાતા મોબાઇલ ફોનનો દુરૂપયોગ નિવારવા મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.જી.પટેલ એ એક જાહેર નામું પ્રસિધ્ધ કરી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારાનું ઓળખ અંગેનું પુરેપુરુ નામ, સરનામું નોંધી નિયત વિગતે સાથેના રજીસ્ટરો એક વર્ષ સુધી નિભાવવાનો હુકમ કર્યો છે.જુના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે. જયારે જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વહેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત તથા ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે. તેમજ નવા સીમકાર્ડ વેચતા વેપારીએ સીમકાર્ડ ની વિગત, કંપનીનું નામ, સીમકાર્ડ નંબર કાર્ડ ખરીદનારનું નામ સરનામું આઇ.ડી.પ્રુફ.સાથે ની વિગત દર્શાવતા રજીસ્ટરો નીભાવી ત્રણ વર્ષ સુધી જાળવવાના રહેશે અને આ રજીસ્ટરો તપાસનીસ એજન્સી માગે ત્યારે રજુ કરવાના રહેશે આ હુકમ તા. ૨૪/૦૯/૨૦૧૭ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે (2) મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલા મલ્ટીપ્લેકસ બિલ્ડીંગો, હોટેલો,બહુમાળી ભવનો, મોલ, ધાર્મિક સ્થળો, શો-રૂમ્સ વગેરેમાં મેટલ ડીટેકટર,સિકયોરીટી ગાર્ડ અને સી.સી. કેમેરા મુકવા પડશે મોરબી તા. ૧૧મી ઓગષ્ટ મોરબી શહેર તથા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ગુન્હો અટકાવવા જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.જી.પટેલ એ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી સમગ્ર જિલ્લામાં આવેલ બેંકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ.સેન્ટરો, સોના,ચાંદી અને ડાયમંડના કિમતી ઝવેરાત વેચનાર દુકાનો તથા શો-રૂમ, શોપીંગ મોલ, મલ્ટીપ્લેકસ થીયેટર,એલ.પી.જી. તથા પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપોના કોમર્શીયલ સેન્ટર, હોટેલ, ગેસ્ટહાઉસ, લોજીંગ-બૉર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળોના માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થળોના પ્રવેશ દ્વારો ઉપર પુરતા પ્રમાણમાં તાલીમબધ્ધ સીકયોરિટી ગાર્ડને મેટલ ડીટેકટર સાથે ફરજ પર નિયુકત કરવા ફરમાવેલ છે. પ્રવેશદ્વાર ઉપર તથા બહાર નીકળવાના દ્વાર પર, રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ પાર્કીંગ તથા જાહેર જનતા માટેના પ્રવેશની તમામ જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. આ કેમેરા સારી ગુણવત્તાવાળા વધુ રેન્જના (માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય અને વાહનના નંબર વાંચી શકાય તેવા) ગોઠવવાના રહેશે. તથા બિલ્ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા ગોઠવવાના રહેશે. કોઇ પણ જગ્યાની અંદરના ભાગનું સંપૂર્ણ કવરેજ સતત થાય, પ્રવેશતા અને બહાર નીકળતા તમામ માણસોની અવર-જવર તથા ચહેરા સ્પષ્ટ જોઇ શકાય, તમામ પાર્કીગની જગ્યાનું સંપૂર્ણ કવરેજ થાય, તથા રીસેપ્શન કાઉન્ટર, બેઝમેન્ટ, અને જાહેર પ્રજા માટેના પ્રવેશની તમામ જગ્યાઓનું સૂપૂર્ણ કવરેજ થાય, તે રીતે આ કેમેરા ગોઠવવાના રહેશે. આ કેમેરા સતત ૨૪ કલાક સુધી ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓની રહેશે. સી.સી. ટી.વી.કેમેરાની અને સિકયોરિટી ગાર્ડની વ્યવસ્થા હાલ હયાત તમામ ઉકત એકમોએ આ જાહેરનામાની પ્રસિધ્ધિથી દિન-૧૫માં કરવાની રહેશે. નવા શરૂ થતા એકમોએ ઉપરોકત વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. આ હુકમ સમગ્ર મોરબી જિલ્લામાં તા.૨૪/૦૯/૨૦૧૭ સુધી લાગુ રહેશે. જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. (3) મોરબી જિલ્લામાં નિષ્ફળ બોરકુવાને બંધ કરી દેવા ફરમાન ભવિષ્યમાં ઉપયોગ કરવાનો હોય તેવા ખુલ્લા બોરકુવા પર બોર-કેપ લગાવવા હુકમ મોરબી તા ૧૧મી ઓગષ્ટ,ખુલ્લા બોરકુવામાં બાળકો પડી જવાના બનાવો બનતા અટકાવવા અને જાહેર શાંતી અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના આશયથી મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.જી.પટેલ એ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ખેતીનાં ઉપયોગ માટે ખેડુતો તેમજ અન્ય લોકો દ્વારા ખોદાયેલા અથવા ફેઇલ થઇ ગયેલા બોરકુવા તાત્કાલિક અસરથી પુરાણ કરી બંધ કરવાના હુકમો જારી કર્યા છે. જે બોરકુવા હાલ બિન જરૂરી બિન વપરાશમાં હોય પરંતુ ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવાનો હોય તેવા ખુલ્લા રાખેલ બોરકુવાને કેપ નટ-બોલ્ટથી ફરજીયાત ઢાંકી દેવાના રહેશે. આ હુકમો તા.૨૪/૦૯/૨૦૧૭ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. (4) મોરબી જિલ્લામાં નધણિયાતા ટીફીન બોકસ-સાયકલ-ટુ વ્હીલર ફોર-વ્હીલર પોલિસ કબ્જે કરશે મોરબી તા. ૧૧મી ઓગષ્ટ, જાહેર જગ્યાઓ ઉપર બોમ્બ વિસ્ફોટ કરવા માટે સાયકલ તથા ટુ વ્હીલર ઉપર ટીફીન બોક્ષ તથા અન્ય સામાનમાં વિસ્ફોટક સામગ્રી, રાખી બોમ્બ ધડાકા કરવામાં આવે છે. જયાં લોકોની વધુ સંખ્યામાં અવર જવર હોય અને વધુ લોકો ભેગા થતા હોય તેવી ભીડભાડવાળી જગ્યાએ થતા આવા બનાવોને નિવારવા તથા આતંકવાદીઓના હિંસાત્મક કૃત્યોને રોકવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.જી.પટેલ દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ટીફીન બોકસ કે અન્ય કોઇ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હિલર ફોર-વ્હીલર વાહનો જાહેર રસ્તા/રોડ તથા ફુટપાથ ઉપર કોઇ વ્યકિતની દેખરેખ સિવાય (નધણીયાતી રીતે) બીનવારસી મુકવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જે મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૨૪/૦૯/૨૦૧૭ સુધી અમલમાં રહેશે. ટીફીન બોકસ કે અન્ય કોઇ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હિલર વાહનો જાહેર જગ્યા/રસ્તા તથા ફુટપાથ ઉપર કોઇ વ્યકિતની દેખરેખ સિવાય (નધણિયાતી રીતે) બિનવારસી હાલતમાં મળી આવશે તો તે પોલીસ તપાસ અર્થે કબ્જે લઇ શકશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. (5) મોરબી જિલ્લાના એસ.ટી.ડી. પીસીઓ ધારકોને રજિસ્ટર નિભાવવા સૂચના...