મહિલા સશકિતકરણ પખવાડિયા ની સરવડ ગામે ઉજવણી કરવામાં આવી હતી

- text


માળિયા તાલુકાના સરવડ ગામે દેરાળા મહેન્દ્રગઢ ચાચાવદરડા અને સરવડ ગામના મહિલા સરપંચો ની આગેવાનીમાં જીલ્લા બાળ સુરક્ષા એકમના રંજનબેન મકવાણા ની અધ્યક્ષતા મહિલા સશકિતકરણ ની ઉજવણી કરવામાં આવી હતી અને આજુબાજુના ગામો માથી બહોળી સંખ્યામાં બહેનો તથા દેરાળા સરપંચ સાયદાબેન ખોરમ સરવડ સરપંચ વર્ષાબેન સરડવાએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં માળિયા મહિલા પોલીસ નિરુબેન તથા મોરબીથી રેખાબેન હાજર રહ્યા હતા

- text

રંજનબેન મકવાણાએ સમાજ કલ્યાણ અને બાળ સુરક્ષા માટે સરકાર ની અલગ અલગ જેવી કે પાલક માતા પિતા યોજના . રીહેબિલીટેટીવ સ્પોન્સરશીપ યોજના ની માહિતી આપી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગ્રામ્ય આગેવાન અરુણભાઇ સરડવાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text