મોરબી:દરેક મોટા શહેરોમાં પ્રાણી સંગ્રહાલય હોય છે પરંતુ મોરબી જિલ્લો બની ગયો હોવા છતાં બાળકો માટે જરૂરી એવું પ્રાણી સંગ્રહાલય ન હોવાથી મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અહીંના શોભેશ્વર નજીક આવેલા અને હાલ બંધ પડેલા ઘેટાં ઉછેર કેન્દ્રમાં પ્રાણી સંગ્રહાલય બનાવવા માંગણી ઉઠાવી છે. મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાના જણાવ્યા મુજબ મોરબી શહેર જિલ્લામાં વસવાટ કરતા નાના બાળકોને પ્રાણીઓ વિશે જાણકારી મળે તે હેતુથી પ્રાણી સંગ્રહાલય બનાવવું જરૂરી છે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મોટા સીરામીક સિટીમાં બાલભવન કે પ્રાણી સંગ્રહાલય નથી તે મોરબી ની કમનસીબી છે,આટઆટલી સંસ્થાઓ અને આટલા ઉદ્યોગો હૉવા છતાં ભાવિ પેઢીના વિકાસના પગથિયાં સમાન આ સુવિધાઓ વિકાસ પામી નથી, ઉધોગપતિઓ પણ બાળકોના વિકાસ માટે વિચારતા ન હોવાનું તેમણે અફસોસ સાથે જણાવ્યું હતું. અંતમાં તેમને ઉમેર્યું હતુંકે શોભેશ્વર નજીક આવેલ ઘેટાં ઉછેર કેન્દ્ર ઘણા સમયથી બંધ છે અને હાલ ખંઢેર બની ગયું હોય આ જગ્યાનો સદુપયોગ કરી પ્રાણી સંગ્રહાલય બનવવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી.