ગામ લોકોની પુછતાછ મા અગાઉ ચોરી કરવાનુ કબુલ્યું : પોલીસે આકરી પુછપરછ શરૂ કરી ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા મા આજે ખરા મધારે બજારમાં ૨ અજાણ્યા શખ્સો બાઈક નં. GJO3 HF4258 લઈને ફરતા હોય અને કોઈ પણની ખડકી ખોલીને ગૃહિણીઅોને કઈકને કઈક સવાલ કરતા અને કોઈ ગૃહિણી શ્રદ્ધામાં વિશ્વાસ કરતી લાગે તો તેને જારની ચપટી આપી વિશ્વાસમાં લઈ સોના, ચાંદી કે રોકડની માંગણી કરી મંદીર બનાવવા જોઈએ છે આ વાત ગામના યુવાનોને ગળે ન ઊતરતા આ અજાણ્યા શખ્સો ને પકડી પુછપરછ કરી સરભરા કરતા પોપટની જેમ બોલવા લાગ્યા હતા. અને પાંચેક દિવસ પહેલા જ બાજુના ગામ કોઠારીયા (વાંકાનેર) માં સીમમાં અેક સ્ત્રીના સોનાની બુટીની સરયુ અંધશ્રદ્ધાના વિશ્વાસમાં લઈ લુંટીને ચાલ્યા ગયા નુ રટણ કરતા . ભોગબનનાર ને બોલાવ્યા હતા અને આ ઠગારા ને અોળખી બતાવ્યા હતા. જોકે પોલિસ મામલો હોવાથી ગામના સરપંચે ટંકારા પોલિસને જાણ કરીને તેમના હવાલે કરી દિધા હતા.આ લખાય છે ત્યારે ટંકારા પોલીસ નો સંપર્ક કરતા આકરી પુછપરછ શરૂ કરી છે વધુ તપાસ કરી માહીતી આપવા નુ જણાવ્યું છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='8028,8029,8030,8031']