મોરબી : કર્મચારીઓના પડતર પ્રશ્નોને લાઇ આગામી 8 ઓગષ્ટે મોરબી જિલ્લા મજદૂર સંઘ દ્વારા દાઉદી પ્લોટ પાણી પુરવઠા બોર્ડની કચેરી ખાતે પ્રતીક ધરણાં યોજવામાં આવશે. ઘરણા અંગે મજદૂર સંઘે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નનો ઉકેલ લાવવામાં ન આવતા આ આંદોલન કરવાની ફરજ પડી છે. વધુમાં આ આંદોલનાત્મક કાર્યક્રમમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડ,પાણી પુરવઠા બોર્ડ,ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ,બંદર કચેરી સહિતની જુદી જુદી કચેરીના યુનિયન અગ્રણીઓ જોડાશે.