મોરબી : ૩લાખની રોકડ સાથે 15 શકુની ઝડપાયા

- text


મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં દરોડાની કાર્યવાહીથી જુગરિયાઓમાં ફફડાટ

મોરબી : મોરબીના શનાળા રોડ પર રહેણાંક મકાનમાં પત્તાં ટીચવા બેઠેલા શકુનીઓના રંગમાં ભંગ પડી મોડીરાત્રે એલસીબી ત્રાટકી હતી અને 3 લાખની રોકડ સાથે 15 જુગરીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં શનાળા રોડ પર મકાનમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ગત મોડી રાત્રીના એલ.સી.બી. ના ઇન્ચાર્જ પી.આઈ, આર.ટી.વ્યાસ , એલ.સી.બી નો સ્ટાફ તેમજ એ-ડીવીઝન સ્ટાફે સાથે મળીને કિશોર હરજીવન પનારા ના ઘરે દરોડા પાડતા સંજય રામજીભાઈ કાસુન્દ્રા, મનોજ મોહનભાઈ આદ્રોજા ,ધીરજલાલ હરજીવનભાઈ ભાડજા , નરેન્દ્ર દુર્લભજીભાઈ સાદરીયા, હિતેન મનસુખભાઈ મારવાણીયા , ચંદ્રકાન્ત બચુભાઈ સાદરીયા , ચંદુલાલ સવજીભાઈ પનારા ,કેતન સવજીભાઈ રાણીપા , નરેન્દ્ર મધુભાઈ જેતપરિયા , અરવિંદ સવજીભાઈ પનારા,ભીખાલાલ હરખાભાઇ કાવર,ગોવિંદ હરજીવનભાઈ પનારા,મહાદેવ ગણેશભાઈ જાકાસણીયા અને રવીન્દ્ર વનમાળીદાસ કુબાવત સહિતના ૧૫ પતા પ્રેમીઓની પતા ટીચતા રંગે હાથ ઝડપી લીધા હતા અને

વધુમાં જુગારના દરોડા દરમિયાન જુગરીઓ પાસેથી રૂપિયા ૩ લાખથી વધુની રકમ કબજે કરવમાં આવી છે આ મામલે પોલીસે જુગરધારાની કલમો મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text