…તો અમે બંગડી પહેરીને નથી બેઠા : મહેશ રાજકોટીયા

- text


એક પણ નેતા ને મારા વિસ્તાર મા મુલાકાતે આવતા સો વાર વિચારવું પડશે :મહેશ રાજકોટીયા

ટંકારા : કોગેસ ના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર ગુજરાતના ધાનેરા પુર પિડીતોની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેની કાર પર પથ્થર મારાની ઘટના અંગે ટંકારાના કોંગી આગેવાન મહેશ રાજકોટીયાએ પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ઉપર ગુજરાતના ધાનેરા પુર પિડીતોની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેની કાર પર પથ્થર મારો કરવાનુ હિચકારુ કૃત્ય થયું છે તે કાયદો ને વ્યવસ્થા ની કથળતી સ્થિતિ અને પોલીસ પણ સરકાર ના ઈશારે નાચવા લાગી છે જે ઉધાળુ થયુ છે. કાયદો અને વ્યવસ્થાના ધજીયા ઉડાવી નાખી દેશમા વડાપ્રધાન સિવાય કોઇ સુરક્ષિત નથી તેવો બળાપો જીલ્લા પંચાયત ના સદસ્ય મહેશ રાજકોટીયા એ કાઢયો હતો અને સાથે ભાજપના ઈશારે થયેલા પથ્થરમારાના જવાબમાં કહ્યું હતું કે અમે બંગડી પહેરીને નથી બેઠા. એક પણ નેતા ને મારા વિસ્તાર મા મુલાકાતે આવતા સો વાર વિચારવું પડશે.

- text

- text