મોરબી એ-ડિવિઝન પીઆઇ તરીકે ચાર્જ સાંભળતા બી.પી.સોનારા

- text


મોરબી :મોરબીમાં સપાટો બોલાવી કાયદાની ઐસી તૈસી કરનારાઓને સીધાદોર કરી દેનાર પોલીસ ઇન્સ્પેકટર બી.પી.સોનારાની મોરબી ખાતે બદલી થયા બાદ એ ડિવિઝનમાં પીઆઇ તરીકે નિમણુંક અપાતા આજે તેઓએ પીઆઇ તરીકે વિધિવત ચાર્જ સંભાળી લીધો છે.

- text

ઉલ્લેખનીય છે કે તેઓએ આ પૂર્વે મોરબી ફરજ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમયે કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કાબુમાં લેવા મહત્વપૂર્ણ કામગીરી કરી કડક અધિકારી તરીકેની આગવી ઓળખ ઉભી કરી હતી બાદમાં હળવદ જૂથ અથડામણ સમયે જ તેમની મોરબી જિલ્લા માં બદલી થતા તેમને હળવદ મુકવામાં આવે તેવી શકયતા જોવાતી હતી.પરંતુ એ ડિવિઝન પીઆઇ વી.વી.ઓડેદરાની બદલી થતા પીઆઇ સોનારાને એ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે.

- text