મોરબી : મોરબી નવા બસ સ્ટેશન થી 3:00 વાગ્યે એસટી બસમાંથી નજર ચુકવી ખીચા કાતરુ બે મહિલાઓ ને જાગૃત લોકોએ રંગેહાથ ઝડપી પોલીસ હવાલે કરેલ હતી મળતી વિગત અનુસાર મોરબી ભાવપર રુટની એસટી બસમાં પેસેન્જર ની નજર ચુકવી ખીચામાથી પાકિટ સેરવતા જાગૃત મહિલા પ્રજ્ઞનાબેન મહેશભાઈ કાવરે નજરે જોતા એસટી બસ ને જુના બસ સ્ટેન્ડ રોકી દરવાજો ન ખોલવા કંડકટર ને સુચના આપી સીધી બસ એ ડિવિઝન પોલીસ મથકે લેવા જણાવ્યુ હતુ અને કંડકટરે જાગૃત મહિલાની સુચનાને અનુસરી ડ્રાઈવર ને પોલીસ સ્ટેશને બસ લઈ જવા અને બસ અંદર બનેલી ઘટના થી વાકેફ કર્યા હતા જેથી ડ્રાઇવરે બસ હંકારી પોલીસ મથકે બસ ઉભી રાખી બને મહિલાઓ ને પોલીસ હવાલે કરી હતી.