મોરબી : મોરબીમાં એક કલાક પેહલા અચાનક જ બીએસએનએલના તમામ મોબાઈલ અને લેન્ડલાઈન ફોન તેમેજ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કનેકશન બંધ થઈ ગયા છે. અચાનક જ બીએસએનએલનું તમામ નેટવર્ક ઠપ્પ થવાથી બીએસએનએલ ધારકોને ભારે હાલાકી ભોગવી પડી છે. જ્યારે મોરબી બીએસએનએલના અધિકારીના મોબાઈલ અને ઑફિસના લેન્ડલાઈન નંબર પણ બંધ આવતા બીએસએનએલ નેટવર્ક ઠપ્પ થવાનું કારણ જાણી શકાયું નથી.