ગંદકીથી કંટાળેલા નવાડેલા રોડના વેપારીઓ ઢોલ નગારા સાથે પાલિકામાં પહોંચ્યા

- text


વેપારીઓની રજૂઆત ને પગલે કાલે બપોર સુધીમાં સફાઈની ખાતરી આપતી પાલિકા

મોરબી : ગંદકીથી ત્રાહિમામ પોકારી ગયેલા મોરબીના નવાડેલા રોડના વેપારીઓએ આજે નગરપાલિકામાં નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરવા ઢોલ નગારા સાથે રજૂઆત કરવા પહોંચી જતા પાલિકાના સતાધિશો હાંફળા ફાફળા થઇ ગયા હતા.
છેલ્લા બબ્બે વર્ષથી ગંદકી પ્રશ્ને રજુઆત કરી રહેલા મોરબીના નવાડેલા રોડના વેપારીઓની રજૂઆત પાલિકા દ્વારા કાને ધરવામાં ન આવતા આજે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કિશોરભાઈ ચીખલીયાની આગેવાનીમાં નવાડેલા રોડના વેપારીઓ દ્વારા ઢોલ નગર સાથે પાલિકા માં બઘડાટી બોલવામાં આવતા પાલિકાના સત્તાધીશો અચમ્બીત બન્યા હતા, વધુમાં વેપારીઓનો મિજાજ પારખીને પાલિકા સત્તાધીશો દ્વારા આવતીકાલે બપોર સુધીમાં નવાડેલા રોડનો ગંદકીનો પ્રશ્ન નિકાલ કરવાની ખાતરી આપી હતી.

- text

- text