સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા ઉમેદવારોને નાણાકીય સહાય પણ અપાશે મોરબી : GPSCમાં પાસ થયેલ મોરબી જીલ્લા ઉમેદવારનો સન્માન અને પ્રોત્સાહન સમારંભનું આયોજન જન્માષ્ટમી બાદ કરવાનું મોરબી સીરેમીક એસો.ને નક્કી કરેલ છે. જેમાં તેમને શીલ્ડ અને પ્રમાણપત્ર આપવામા આવશે. આ સમારંભમાં તમામ કોલેજના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવશે. આનો હેતુ કોલેજના વિદ્યાર્થીઓ ઉતીણઁ ઉમેદવારમાંથી પ્રેરણા મેળવી શકે. ઉત્તીર્ણ ઉમેદવાર પોતાના અનુભવ જણાવશે. વિશેષમાં જણાવવાનું કે SPIPAના એકસટેશન સેન્ટર માટનું બિલ્ડીંગ સકીઁટ હાઉસની બાજુમાં L. E. College pas out student ના સહયોગથી નરેન્દ્રભાઈ લોકસીકોન સીરેમીકના માગઁદશઁન હેઠળ બાંધકામ ચાલુ છે. આ સેન્ટરમાં GPSC AND UPSC ની તમામ પરીક્ષા જેવી IAS, IPS, IRS, IFS વિગેરે ની તૈયારી માટે માગઁદશઁન, વાંચન સાહિત્ય, કલાસીસનું આયોજન કરવામાં આવશે. જેથી મોરબી જીલ્લાના વધુમાં વધુ યુવાનો આવી ઉચી પોસ્ટ પર બેસીને દેશ અને સમાજની સેવા કરી શકે એમ નેમથી મોરબી સીરેમીક એસો. નાણાકીય ઉદ્દીપકનું કામ કરશે.