મોરબી : સામાન્ય રીતે બ્રાહ્મણો બળેવના દિવસે યજ્ઞોપવીત બદલતાં હોય છે પરન્તુ બળેવના દિવસે ગ્રહણ હોવાથી મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તા.28 જુલાઈ ને શુક્રવારે જનોઈ બદલવા નક્કી કર્યું છે. શાસ્ત્રી વિપુલભાઈ પ્રમોદભાઈ શુકલના જણાવ્યા મુજબ બળેવના દિવસે ગ્રહણ હોવાથી મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના ઉપક્રમે સ.2073ના રોજ શ્રાવણ સુદ પાંચમને તારીખ 28/7/2017ના સવારે 9 વાગ્યે મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની વળી વાંકાનેર દરવાજા બહાર, બાલમંદિર સામે જનોઈ બદલવા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેથી સમાજના તમામ લોકોએ જનોઈ બદલવાના આ કાર્યક્રમમાં હાજર રહેવા યાદીમાં જણાવાયું છે. morbi