મહેશભાઈ રાજ્યગુરુએ સમિતિ રચના પાછળ મલાઇના આક્ષેપો કર્યા મોરબી :મોરબી નગરપાલિકાના પૂર પ્રમુખ નયનાબેન રાજ્યગુરુના પતિ મહેશભાઈએ પાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહેશભાઈ રાજ્યગુરુએ સોસ્યલ મીડિયા થકી આરોપ લગાવતા જણાવ્યું હતું કે,મોરબી નઞર પાલિકા મા એક સમયની કોઞ્રેસ ની બોડી ના પ્રમુખ ઉપપ્રમુખ સામે ભષ્ટાચાર ના આરોપ સાથે અવિશ્વાસ દરખાસ્ત કરેલ અને ભષ્ટાચારી ને દુર કર્યા છે એ વી ઞુલબાઞ ફેકનાર આજ એ જ માણસ ને ભષ્ટાચાર કરવા લીલીઝંડી આપેલ હોય તેમ બોનસમા કમીટી આપી આ જ છે રાજકારણી માણસો ની જીભ બોલવુ કઇ કરવુ કઈ .મહેશભાઇના આરોપોથી પાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.