મોરબી : મોરબીના પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે જલારામ સેવા મંડળે માનવતા મહેકાવી ગઈકાલ બાદ આજે પણ માળીયા પંથક માં લોકોને ભોજન સેવા પુરી પાડી છે. જલારામ સેવા મંડળના ગીરીશભાઈ ઘેલાંણી ની આગેવાની હેઠળ ચિરાગ રાચ્છ, હીરાલાલ દસાડીયા, કિશોરભાઈ મિરાણી, ભાવિન ઘેલાણી, અને ફિરોજભાઈ, નરેન્દ્રભાઈ રાચ્છ, કાજલ ચંડીભમમર, નંદલાલભાઈ રાઠોડ અને હિતેશભાઈ જાની સહિતના આગેવાનો સેવા આપવા માળીયા પંથકમાં આ ઉપરાંત સાંજે મોરબીના નીચાણવાળા અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સહીતના પૂર અસરગ્રસ્ત લોકોને ભોજન પ્રસાદ આપવા ગયા હતા અને પૂર અસરગ્રસ્તોને જરૂરી મદદ કરી હોવાનું જલારામ મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડની યાદીમાં જણાવાયું છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='6967,6968,6969,6970,6971,6972,6973']