મોરબી : ગઈકાલે માળીયા શહેર તાલુકામાં તબાહી મચાવનાર પૂરના પાણી માળીયા મામલતદાર કચેરીમાં ફરી વળતા અનેક મહત્વના દસ્તાવેજી કાગળો નષ્ટ થઇ ગયા હોવાની વિગતો બહાર આવી છે. માળીયા મામલતદાર કચેરીના કર્મચારી સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે પૂરની પરિસ્થિતિમાં મામલતદાર કચેરીમાં ચાર ફુટ જેટલા પાણી ભરાયા હતા. પાણી ભરવાને કારણે ઓફિસ ના રેકર્ડ ઉપરાંત અરજદારોના દસ્તાવેજી પુરાવા ઉપરાંન્ત કચેરીના કોમ્યુટર સહિતના સાધનો પાણીમાં ગરક થઇ ગયા હતા. વધુમાં આજે પૂરના પાણી ઓસરતા આજે મામલતદાર સહીત નો સ્ટાફ કચેરીમાં થયેલ નુકશાનીનો તાગ મેળવવામાં તથા કચેરીમાં ઘૂસેલા ગંદા પાણી નો નિકાલ કરવામાં વ્યસ્ત બનાયા હતા.