રાજ્યમાં 3 લાખ થી વધુ ઉમેદવારોએ આપી હતી પરીક્ષા : ફક્ત 6035 ઉમેદવારો પાસ થયા મોરબી: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પ્રિલીમીનરી પરીક્ષામાં મોરબી જિલ્લાના નાયબ મામલતદારોએ મેદાન માર્યું છે,આ પરીક્ષામાં મોરબીના છ નાયબ મામલતદાર ઉપરાંત એક રેવન્યુ તલાટી પણ ઉત્તીર્ણ થયા છે જે હવે જીપીએસસીની મુખ્ય પરીક્ષા આપશે. તાજેતરમાં લેવામાં આવેલી જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષામાં રાજ્યભારમાંથી ત્રણ લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને સમગ્ર રાજ્યમાંથી માત્ર 6035 ઉમેદવારો જ ઉત્તીર્ણ થયા છે જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા છ નાયબ મામલતદાર અને એક તલાટી પાસ થતા મોરબી જિલ્લાનું ગૌરવ વધ્યું છે. જીપીએસસીની પ્રિલીમીનરી પરીક્ષામાં જિલ્લા કલેકટરના પી.એ.નરેન્દ્રસિંહ બારડ, તાલુકા મામલતદાર કચેરીના ના.મામલતદાર દીપિકા પાલા, ના.માં.ભૂમિકા અકબરી, ટંકારા તાલુકા મામલતદાર કચેરીના ના.માં.ઇશાંત ફુગશિયા,ના.મામલતદાર માળિયા કલ્પેશભાઈ,ના.માં.મધ્યાનભોજન યોજના જિલ્લા સેવાસદન આકાશભાઈ તેમજ તલાટી કમ મંત્રી લિખિયા આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. ઉલ્લેખનિયછે કે હવે જીપીએસસી ની પરીક્ષાઓ પણ યુપીએસસીની પેટર્નં મુજબ લેવાય છે અને આ પરીક્ષા પાસ કરવા માટે મહિલા ઉમેદવારોને 82 અને પુરુષો માટે 113 માર્કસનું મેરીટ હોય છે,પ્રિલીમીનરી પાસ કરનાર તમામ ઉમેદવારોને હવે જીપીએસસી ની મુખ્ય પરીક્ષા આપવાની રહેશે જેમાં ત્રણ પેપર જનરલ નોલેજના અને ત્રણ અન્ય પેપરમાં એક ગુજરાતી,એક અંગ્રેજી તથા નિબંધનું પેપર આપવું પડશે.