મોરબીના બે ફાયર ફાયટર અને ધ્રોલ ફાયરબ્રિગેડે આગ કાબુમાં લીધી ટંકારા તાલુકાના ઓટાળા ખાતે આવેલ શિવ જિનિંગ ફેક્ટરીમાં આજે બપોરબાદ આગ લાગતા મોરબી અને ધ્રોલના ફાયરબ્રિગેડે સાથે મળી આગને કાબુમાં લીધી હતી. જાણવા મળતી વિગતો મુજબ આજે બપોર બાદ ચારેક વાગ્યાના અરસામાં ટંકારા તાલુકાના ઓટાળા ખાતે આવેલ શિવ કોટન જિનિંગ મિલમાં આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે દોડાવવામાં આવી હતી. વધુમાં આગ તીવ્ર બની ફેલાઈ હોય મોરબી ઉપરાંત ધ્રોલ નગરપાલિકા ની ફાયર વિભાગની એક ગાડી બોલાવવામાં આવી હતી અને બન્ને નગરપાલિકાના ફાયર વિભાગે સાથે મળી આગ ઓલવી હતી આગને કારણે લાખો રૂપિયાનું નુકશાન પહોંચ્યું હોવાનો પ્રાથમિક અંદાજ સેવાઇ રહ્યો છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='6577,6576,6579,6578,6580,6581,6582,6583']