મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીની પગલે સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી ધીમીધારે વરસાદ પડ્યો હતો. જેમાં જિલ્લામાં એક માત્ર મોરબીમાં સાંજના 4 વાગ્યા સુધીમાં 28એમએમ વરસાદ નોંધાયો હતો. જયારે મેઘરાજાએ સાંજના 4 વાગ્યા બાદ ટંકારામાં સટાસટી બોલાવી હતી. મોરબી કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ ટંકારામાં સાંજના 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં ધોધમાર 62એમએમ એટલે કે અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. ટંકારાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ ટંકારામાં 4 વાગ્યા બાદ ભારે વરસાદ શરૂ થયો છે. અને હજુ પણ વરસાદ ચાલુ છે. ટંકારામાં થોડા સમય પેહલા ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આજે પણ ભારે વરસાદ શરૂ થતા ટંકારા વાસીઓનાં જીવ તાવળે ચોંટી ગયા છે.