મોરબી : હવામાન વિભાગ દ્વારા તારીખ 13 થી 16 સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપતા મોરબી જિલ્લાના નવલખી બંદરે એલર્ટ વચ્ચે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને તારીખ 14,15 અને 16 ના રોજ મોરબી જિલ્લામાં વધુ વરસાદની શક્યતા જોતા તંત્રને સાબદું કરવામાં આવ્યું છે. દરમિયાન મોરબી જિલ્લાના એકે માત્ર નવલખી પોર્ટ પણ વરસાદની આગાહીને કારણે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હોવાનું પોર્ટ ઓફિસરે જણાવ્યું હતું. જોકે ભારે વરસાદની આગાહી વચ્ચે પણ દરિયો શાંત હોય હજુ સુધી નવલખી પોર્ટ પર કોઈ ભયજનક સિગ્નલ લગાવવા સૂચના મળી ન હોવાનું પોર્ટ ઓફિસરશ્રીએ અંતમાં જણાવ્યું હતું.