મોરબી : ઉચી માંડલના સરપંચ સહિતના લોકો સામે એટ્રોસિટીનો ગુન્હો નોંધાયો

- text


દલિત યુવાનને સામાન્ય બાબતમાં મારમાર્યાની ફરિયાદ

મોરબી તાલુકા પોલીસમાં નોંધાયેલી મુજબ ફરિયાદી દેવશીભાઈ પુનાભાઈ સોલંકી (ઉ.૨૩) રહે.ઉંચી માંડલ ગામની સીમના કારખાનામાં તેના મિત્ર સાથે કાલે બપોરે શાકભાજી લેવા ઉચી માંડલ જતા હતા. ત્યાં આરોપી મહેશભાઈ ભાણાભાઈ સોલંકી, મુકેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, પ્રેમજીભાઈ ભાણાભાઇ સોલંકી, ઉચીમાંડલ ગામના સરપંચ ચંદુભા દરબાર, બીજા દરબાર તથા ૧૦-૧૨ અન્ય પટેલ લોકો સાથે બાઈક રાખવા જેવી સામાન્ય બાબત પર બોલા ચાલી થતા આરોપી મહેશભાઈ અને મુકેશભાઈએ દેવશીભાઈને ગાળો બોલીને અન્ય આરોપીઓએ મારમારી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text