મોડપરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે સ્વયંસેવક સંઘ અને સેવાભારતીના સહયોગથી વૃક્ષારોપણ

- text


ગુરુપૂર્ણિમાના પાવન દિવસે મોડપર ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. મોડપર ગામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા સેવાભારતીના સહયોગથી વૃક્ષોના પિંજરા આપવામાં આવેલા હતા. ગામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલતા સંઘ મંડળના તરુણો તથા ગામના યુવાનોના સહયોગથી ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ૮૫ જેટલા વૃક્ષોનું વાવેતર કરેલ છે તથા તેને ઉછેરવા માટે યુવાનો તથા ગ્રામજનો સંકલ્પબદ્ધ થયેલ છે.

- text