મોરબી : વ્યાયામ શિક્ષક સંઘ દ્વારા ખેલ મહાકુંભ ૨૦૧૭નો બહિષ્કાર

- text


મોરબીના જિલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘ મોરબી દ્વારા મોરબી જિલ્લાની તમામ ગ્રાન્ટેડ શાળાના ડીપીએડ (વ્યાયમ) શિક્ષકો દ્વારા સાતમા પગારપંચ અને અન્ય માંગણી સંદર્ભે ખેલ મહાકુંભ ૨૦૧૭નો વ્યાયામ શિક્ષક સંઘ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હોવાનું મોરબીના જિલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વ્યાયામ શિક્ષક સંઘ પ્રમુખ ચુડાસમા અને હુંબલે જણાવ્યુ છે. હાલ સરકારી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો સાતમા પગાર પંચ સહિતના માંગણીના મુદ્દે આંદોલન ચલાવી રહ્યા છે. જેના અનુસંધાને વ્યાયમ શિક્ષકોએ ખેલ મહાકુંભનો બહિકાર કરવાનો નિર્ણય લેતા સરકારમાં દોડધામ મચી ગઈ છે.

- text

- text