મોરબીના લાઈન્સનગર નજીક નવલખી ફાટક પાસે રાહદારીના માથા ઉપરથી ટ્રકનું તોતીંગ વ્હીલ ફરી વળ્યુ છે. આ અકસ્માતમાં વૃધ્ધ પ્રેમજીભાઇ મકવાણાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. મોરબી અપડેટને પ્રાપ્ત વિગાય મુજબ મોરબીનાં વિજયનગરમાં રહેતા પ્રેમજીભાઈ હિરાભાઈ મકવાણા ઉ.વર્ષ ૬૨ આજ સવારે પોતાના ઘરેથી નીકળી લાઈન્સ સ્કુલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રકે આ વૃધ્ધને હડફેટે લેતા ટ્રકનું પાછલું ટાયર તેમના પર ફરી વળતા ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. વાહન ચાલક ઝડપથી ધટનાસ્થળે પોતાનું વાહન જીજે ૧૨વાય ૫૧૩૦ મુકીને ફરાર થઈ ગયો છે. આ ઘટના બનતા લોકોના ટોળા એકત્રીત ગયા હતા અને મૃતકનાં પરિવારજનોને અ બનાવ અંગે જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='5764,5765,5766']