મોરબીમાં એક ના ડબલ કરવાની લાલચ આપી તાંત્રિક વિધિના કરવાના બહાને ૫.૫૧ લાખની છેતરપીંડી કરી ત્રણ શખ્સો ફરાર થતાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધણી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર મહેન્દ્રનગર દેવ પાર્કમાં રહેતા અમૃતભાઈ ગોવિંદભાઈ ભાલોડીયા (ઉ.૪૦) કાલે રાત્રે જય ખોડીયાર પી.વી.સી. કારખાનાની ઓફીસમાં કામ કરતા હતા તે દરમિયાન આરોપી શહેરા ગામમાં રહેતો બાપુ નામનો તાંત્રિક, સુનીલ નામનો યુવાન અને અરટીગા કારનો ચાલક આવી અને અમૃતભાઈને એક ના ડબલ પૈસા કરી આપશે આવી લાલચ આપી વિશ્વાસમાં લઈને તાંત્રિક વિધિ કરવાના બહાને રૂ.૫.૫૧ લાખની છેતરપીંડી કરીને ફરાર થઇ ગયા હતા. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે.